ભદ્રાવળ ૧(તા.તળાજા , જી.ભાવનગર) એ રક્તદાન એ મહાદાન યુક્તિને સાર્થક કરવા સમસ્ત ગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સરકારી દવાખાનું (PHC) ખાતે તા.૧૯/૦૩/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે.રક્તદાનથી રક્તદાતાઓને પણ અનેકોનેક ફાયદા થાય છે સાથે સમાજમાં જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સમયે સારવાર મળી રહે છે અને તેઓનું જીવન બચાવી શકાય છે.આ રક્તદાન શિબિર મા ભાગ લેનાર તમામને ભેટ તથા સન્માનપત્ર આપવામાં આવશે.આ તબક્કે ભદ્રાવળ ૧,૨,૩ તથા આજુબાજુના ગામના તમામ વયસ્ક નાગરિકોને રક્તદાન કરવા કર્મચારીશ્રીઓ, પદાધીકારીશ્રીઓ તથા તમામ સમાજના અગ્રણીઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.
ભદ્રાવળ ગામે રવિવારે યોજાનાર રક્તદાન શિબિરમાં જોડાવા અપીલ કરવામાં આવી

Recent Comments