fbpx
રાષ્ટ્રીય

ભયંકર ગરમીમાં એર ઈન્ડિયા દ્વારા પેસેન્જરો સાથે જબરદસ્તી અને દાદાગીરીનો કિસ્સોફ્‌લાઇટ એઆઈ ૧૮૩ માં મુસાફરોને એસી વગર પ્લેનમાં બેસાડી રાખવામાં આવ્યા, ઘણા મુસાફરો બેભાન પણ થયા

આ વર્ષે ઉનાળાની ગરમી એ તો દેશમાં લોકોને ત્રાહિમામ કરી દીધા છે ત્યારે, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્‌લાઈટને લઈને એક વ્યક્તિએ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે એર ઈન્ડિયાના પ્લેનમાં ફસાયેલા લોકોને ઘરે જવા દેવા જોઈએ. ફ્‌લાઇટ એઆઈ ૧૮૩ આઠ કલાકથી વધુ મોડી હતી. આ પછી પણ મુસાફરોને એસી વગર પ્લેનમાં ચઢવાની ફરજ પડી હતી. જ્યારે મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમને દિલ્હીના એરપોર્ટ ટમિર્નલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ભારે ગરમીના કારણે અનેક મુસાફરો બેહોશ થઇ ગયા હતા.

એર ઈન્ડિયાની ફ્‌લાઈટ ૨૦ કલાક મોડી પડી હતી જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. આ વિમાન ગુરુવારે બપોરે રવાના થવાનું હતું. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ફ્‌લાઇટ ૮ કલાકના વિલંબથી ઉપડશે, પરંતુ બાદમાં આજે સવારે વિમાન ૨૦ કલાકના વિલંબથી ઉપડ્‌યું હતું. દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈને મુસાફરોએ નિરાશા અને અસંતોષ વ્યક્ત કર્યો છે.

Follow Me:

Related Posts