ભયજનક વ્યક્તિ છત્રપાલભાઈ ચંદ્રકિશોરભાઈ વાળા સામે પાસાની કાર્યવાહી કરતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા
જાહેરમાં ભયજનક હથિયારો સાથે નીકળી, મારામારી કરી, મારી નાખવાની ધમકીઓ આપી, ખંડણી વસૂલ કરવી, બળજબરીથી કઢાવવું જેવા ગુન્હાઓ આચરતા વ્યક્તિ સામે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આજ રોજ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીની દરખાસ્ત આધારે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
અમરેલીના રહીશ ૩૨ વર્ષીય છત્રપાલભાઈ ચંદ્ર વાળા, જાહેરમાં પ્રાણઘાતક હથિયારો સાથે મારા મારી કરવી, ગાળો બોલવી, અપમાનિત કરવા, ખંડણી ઉઘરાવવી, લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ કરતો હતો. તાજેતરમાં તેની સામે ત્રણ જેટલા ગુન્હાઓ નોંધાયા છે. આ ગુન્હાઓની ગંભીરતા ધ્યાને લઈ તા.૨૫/૦૮/ર૦ર૨ના રોજ હુકમ કરવામાં આવ્યો છે અને તેને પાલરા સ્પેશિયલ જેલ, ભુજ જિ.કચ્છના હવાલે કરવામાં હુકમ કરવામાં આવ્યો છે.
Recent Comments