ભરતનગરમાંથી ૧.૩૯ કરોડની જાલી નોટો સાથે ૫ ઝડપાયા
શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ રામ સોસાયટીમાંથી એસ.ઓ.જી પોલીસે રૂા.૧.૩૯ કરોડની ડુપ્લીકેટ નોટોના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી લીધેલ છે. ભાવનગરમાં નકલી નોટોનો આટલો મોટો જથ્થો પહેલીવાર ઝડપાયો છે.આ અંગે મળતી વિગત મુજબ ભરતનગર રહેણાંકના એક મકાનમાં રૂપિયા બે હજારની ચલણી નોટો છાપવાનુ કામ ચાલી રહ્યુ હોવાની બાતમીને આધારે પોલીસ થોડા સમયથી વોચ રાખી રહી હતી. દરમ્યાનમાં એક શખ્સને આજે ડુપ્લીકેટ નોટોની ડીલીવરી દેવાની હતી તે સમયે જ ડીલીવરી દેવાની હતી તે સમયે જ એસ.ઓ.જી. પી.આઈ ભરવાડ અને સ્ટાફે દરોડો પાડી ૧.૩૯ કરોડની જાલી નોટો સાથે એક ભરવાડ, બે બારોટ અને અન્ય બે શખ્સોને ઝડપી લીધેલ છે. આ ઘટનાને પોલીસે સમર્થન આપેલ છે પણ હાલ તુરત આ વિગત જાહેર કરાયેલ નથી. ડી.આઈ.જી અશોકકુમાર યાદવ તથા એસ. પી. રવિન્દ્ર પટેલ સવારે આ અંગે પ્રેસ સમક્ષ હકિકત જાહેર કરનાર છે.
એસ.ઓ.જી પોલીસે ૧૧૧૯૮૦૬૮૨૨૦૬૭૮ નંબરથી આ અંગે ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ તંત્રમાં જસ માટે આંતરિક હુંસાતુસી થઈ હોવાનું અને તેને કારણે સોમવારે સાંજની ઘટના હોવા છતા પત્રકારોને બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં જ માહિતી અપાશે તેવો પોલીસતંત્રએ આગ્રહ રાખ્યો હતો. આ અગાઉ ભાવનગરમાંથી અનેક વખત જાલી નોટો સાથે લોકો પકડાયા છે ઉપરાંત જાલી નોટ છાપવાના સાધનો સહિત પણ અનેક લોકોને પોલીસતંત્રએ પકડ્યા છે તેમ છતા બે રોકટોક આ જાલી નોટ છાપવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી હતી. આટલી મોટી સંખ્યામાં પોલીસે ભાવનગરમાંથી પહેલી વખત ડુપ્લીકેટ નોટનો જથ્થો ઝડપેલ છે.
Recent Comments