ગુજરાત

ભારતીય લશ્કરમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિગતોનું આદાન-પ્રદાન કરવાની તક સાંપડી

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જામનગર આર્મી ભરતી કાર્યાલય (ARO JAMNAGAR) અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંકલન અને સહયોગથી યોજવામાં આવેલી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લાની તમામ આઈટીઆઈ, પોલીટેક્નિક અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ-ઉમેદવારો જોડાયા હતા. ARO JAMNAGAR દ્વારા અગ્નિવીરની ભરતી તથા તેને લગતી વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ભારતીય થલ સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલમાં શરુ છે.આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેક્નિકલ, અગ્નિવીર (ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કિપર, ટેક્નિકલ) અગ્નિવીર ટ્રેડ્સમેન તમામ ટ્રેડ માટે લાયકાત, વર્ષ, લેખિત પરીક્ષા અને શારિરીક કસોટી, ફોર્મ ભરવા માટેની વિગત વગેરે બાબતોને આવરી માર્ગદર્શન આપવામાં આવ્યું.ઉમેદવારો-વિદ્યાર્થીઓને ભારતીય લશ્કરમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts