ન્ઇડ્ઢ, ઁજીૈં, બિનસચિવાલય ક્લાર્ક, ય્ઁજીઝ્રમાં ભરતી માટે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. આ વખતે ન્ઇડ્ઢ અને ઁજીૈંની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મામલે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો છે. હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને કહ્યું છે કે ઉમેદવારો ની ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાથે સંકળાયેલા ઇસમો પર ચાંપતી નજર રાખવા ડ્ઢય્ઁ દ્વારા તમામ પોલીસ અધીક્ષક તથા પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈપણ લેભાગુ તત્ત્વો ફાવી ન જાય એ માટે પોલીસ નજર રાખી રહી છે. તો બીજી તરફ ઉમેદવારોને પણ આ વખતે વિશ્વાસ છે કે હસમુખ પટેલ ભરતી બોર્ડના પ્રમુખ હોવાથી પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય. ઉમેદવારોને સંબોધતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ. ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની ૧૦૪૫૯ જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં ૯.૫૦ લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા ૩ ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. ઁજીૈં અને ન્ઇડ્ઢ બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે ૨૬ નવેમ્બરે સુરત શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૫ તથા નવસારીમાં પણ કુલ ૮ જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ ૨૧ જિલ્લામાં ૧૪૭ મેદાનની ફાળવણી કરાઈ છે
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ઉમેદવારોને આપ્યો ભરોસો- પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવાશે, લેભાગુ તત્ત્વો ફાવે નહીં એ માટે પોલીસની ચાંપતી નજર

Recent Comments