ભરત સુતરીયાના સમર્થનમા અમરેલી વિધાનસભામાં મોદી પરિવાર સભાનું ભવ્ય આયોજન

આવનાર લોકસભા 2024 ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં અમરેલી વિધાનસભામાં મોદી પરિવાર સભાની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો જોડાયેલા હતા.૨ થી ૩ શક્તિ કેન્દ્રો દીઠ તાલુકા પંચાયતના સીટને ધ્યાને રાખીને યોજવામાં આવેલ મોદી પરિવાર સભામાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જવા તેમજ સરકારના કરેલા કામોની વાત છેવાડાના લોકો સુધી પહોચાડવા ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા દ્વારા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતુ.
વધુમાં, આવનાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડા પ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે અમરેલી વિધાનસભામાંથી મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરાવીને તમામ મતદારો જ મોદી સાહેબનો પરિવાર છે એવું ચરિતાર્થ કરવાની હાકલ કરવામાં આવી.ઉપરોક્ત મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં રાજકીય- સામાજિક આગેવાનો સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments