ગુજરાત

ભરથાણા ગામે ખુલ્લામાં જુગાર રમતા ૧૩ લોકો ઝડપ્યા, ૨ વોન્ટેડ જાહેર કર્યાં

ભરથાણાગામે શેરડીના ખેતરની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સ્ટેંટ વિજીલન્સની ટીમે રેડ કરી હતી. દરમિયાન જુગાર રમતા ૧૩ લોકો પકડાયા હતા સાથે ૪.૮૧ લાખની રોકડ અને ૧૫ મોબાઇલ, ૫ બાઇકો સહિત ૬.૫૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે જુગારધામ અમરોલીના અનિલ પાંડે અને કમલેશ જૈન ચલાવતા હતા. હાલમાં બન્ને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સ્ટેંટ વિજીલન્સના સ્ટાફે જાતે ફરિયાદ નોંધાવી છે. પકડાયેલા જુગારીઓમાં ગોપી મહાજન, હર્ષદ ચૌહાણ, ગબ્બર બાગડા, બીપીન પટેલ, મોહંમદ સૈયદ મેમણ, યાદરોવ દેકાતે, જયમીન રાણા, કલ્પેશ ઠક્કર, પ્રશાંત સિન્હા, ભરત ઘાનાણી, જીમીત પટેલ, શેખ અફઝલ અને મુકેશ બાગડાની સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

પુણામાંથી સ્ટેટ વિજીલન્સની ટીમે ૨ ઠેકાણેથી વિદેશી દારૂ પકડી પાડયો છે. જેમાં પુણા કેનાલ રોડ ડુભાલ ટ્રાન્સપોર્ટની દિવાલ પાસે અને પુણા સુભાષનગર આવાસમાં દિનેશ રાઠોડના મકાનમાંથી મળી ૧.૦૯ લાખનો દારૂ સાથે વાહનો, ટેમ્પો, મોબાઇલ સહિત ૧૪.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂના અડ્ડા પરથી પોલીસે દુર્ગેશ રાજભર અને ગોવિંદ મોર્ય પકડાયો છે. જયારે રાહુલ મંડલ, હિમાશું નાગપુરી, શની પટેલ, સોનુ યાદવ, અજય ગુપ્તા, દિનેશ રાઠોડ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યો છે.

Related Posts