ભરૂચ:દહેજ માર્ગ પર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત માં ત્રણ ના મોત
ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત માં ત્રણ વ્યક્તિ ઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ દહેજ માર્ગ પર આવેલ આમદરા ગામ પાસે આજે દહેજ તરફ જતા એક કેમિકલ ટેન્કર ના ચાલકે રસ્તે ચાલતી એક મોટર સાયકલ ને અડફેટે લઇ અકસ્માત ની ઘટનાને અંજામ આપતા મોટર સાયકલ પર સવાર એક મહિલા સહિત એક પુરૂષ નું મોત નિપજ્યું હતું તેમજ અકસ્માત બાદ રોડ
સાઇડ પર પલ્ટી મારેલ ટેન્કર ના ચાલક નું પણ દબાઈ જવાના પગલે મોત નિપજ્યું હતું સમગ્ર અકસ્માત ની ઘટના માં પ્રવીણ કુમાર ચંદ્રેશવર મંડલ રહે,મધુબતી,બિહાર,નંદુબેન કાલિદાસ વસાવા રહે,આમદરા તેમજ જીતેન્દ્રસિંગ સુરેન્દ્રકુમાર સિંગ નામના વ્યક્તિ ઓના મોત નિપજ્યા હતા,
ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળા જામ્યા હતા જોકે ભરૂચ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સાથે ઘટના અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વ નું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ભરૂચ જિલ્લામાં બે જેટલી ઘટનાઓમાં કુલ પાંચ વ્યક્તિ ઓએ જીવ ગુમાવ્યા છે,જેમાં પ્રથમ ઘટના નેત્રંગ ના ધારિયા ધોધમાં બે યુવાનોના ડૂબી જવાથી મોત થયાની સામે આવી હતી ત્યારે અન્ય એક અકસ્માતની ઘટના દહેજ માર્ગ પરથી સામે આવતા તેમાં ત્રણ વ્યક્તિ ઓના મોત નિપજતા આમ રવિ.અને સોમવાર નો દિવસઃ ભરૂચ જિલ્લા માટે ગમગીની ભર્યા સમાચારો થી ગુંજી ઉઠ્યો હતો
Recent Comments