ગુજરાત

ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ

ગાંધીનગર સી આઈ ડી ક્રાઈમ ની ટીમ દ્વારા ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર મળતાની સાથેજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સી આઈ ડી ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા પકડાયેલ વ્યક્તિએ, મિસાઈલ તથા ડ્રોનની ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ઇસ્લામાબાદ અને કરાંચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી હતી. પાકિસ્તાન આર્મીના હેન્ડલરને પણ માહિતી પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્‌સએપ દ્વારા પહોંચાડતો હતો માહિતી. પોલીસની ટીમ દ્વારા તેની ધરપકડ કરી આગળની પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related Posts