ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત, એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ભરૂચ અંકલશ્વર ને જાેડતો નવો બનેલ નર્મદા મૈયા બ્રિજ સુ સાઈડ પોઇન્ટ સાથે એક્સિડન્ટ ઝોન તરીકે પણ પંકાઇ રહ્યો છે. છેલ્લા ૧ વર્ષ અકસ્માતોની હારમાળા આ બ્રિજ પર સર્જાઈ ચૂકી છે ત્યારે આજરોજ સવારે અંકલેશ્વર થી ભરૂચ તરફ જઈ રહેલ એક્ટિવા ચાલક યુવતી ને પાછળ થી પુરપાટ ઝડપે આવેલ ઇકો કાર ચાલકે પાછળ થી ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતી ફંગોળાઈ હતી એને તેને માથા ના ભાગે ગંભીર ઇજા પોહચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજતા ૧૦૮ એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments