ભરૂચના પૂર્વ પ્રમુખના પુત્રની કારે દંપત્તીને અડફેટે લીધુ, સારવાર દરમિયાન પતિનું મોત
વડોદરામાં માંજલપુર પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાયો છે.આ અકસ્માત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કાર દ્વારા જ થયો હોવાનું સામે આવ્યુ છે. ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં એક દંપત્તી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યુ હતુ. તે સમયે ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રની કારે આ દંપત્તીને અડફેટે લીધુ હતુ. જે પછી આ દંપત્તીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત થયુ છે. જ્યારે પત્ની સારવાર હેઠળ છે. મૃતક રાજેશ પટેલ બિલ ગામથી પોતાના ઘરે ચાલતા જતા હોવાની માહિતી છે. પૂર્વ પ્રમુખના પુત્ર કેયુર પટેલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે માંજલપુર પોલીસે કેયુર પટેલની અટકાયત કરી છે. કેયુર કારમાં એક મહિલા સહિત બે લોકો સાથે દારૂની મહેફિલ માણતો હોવાની માહિતી છે. દારૂ પીને જાેખમી રીતે તે કાર ચલાવતા હોવાનો આરોપ છે. ત્યારે પોલીસે કેયુરના મિત્ર સામે પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments