fbpx
ગુજરાત

ભરૂચની પરિણીતાએ પતિ સામે મારઝૂડ કરવાની ફરિયાદ નોંધાવી

મૂળ યુપીના અને હાલ ભરૂચમાં રહેતા પરિવારની યુવતીના લગ્ન વર્ષ-૨૦૦૩માં થયા હતા. પરિણીતાને સંતાનમાં બે પુત્રી છે. લગ્નના એક મહિના બાદ પતિ નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો. જ્યારે થોડા દિવસો અગાઉ પતિએ વહેમ રાખી અપશબ્દો ઉચ્ચારી મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી પરિણીતાએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.ભરૂચના અપના ઘરની પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં પતિ દ્વારા પત્ની પર શંકા રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપી મારઝૂડ કરતા મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

Follow Me:

Related Posts