ભરૂચમાં ફરતી સિટીબસના ચાલકે શ્રવણ ચોકડી નજીક એક શાકભાજીની લારીના ચાલકને અડફેટમાં લીધો હતો જેને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેવાડવામાં આવ્યો હતો. ભરૂચમાં સિટીબસ અનેક વિસ્તારોમાં ફરી રહી છે. ત્યારે સ્ટેશનથી શ્રવણ ચોકડીની વચ્ચે ફરી રહેલ એક સિટીબસના ચાલકે શ્રવણ ચોકડી નજીક એક શાકભાજીની લારીના ચાલકને અડફેટમાં લીધો હતો. જેના પગલે લારીચાલકને ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સિટીબસના ચાલકને રોક્યો હતો. જાે કે આ ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે સિટીબસના મેનેજરને જાણ કરાતા તે સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તેને સ્થાનિકો સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો. મેનેજરને બસનો ચાલક નશામાં હોવાનું કહેતા તેને જણાવ્યું હતું કે બધા જ ચાલક નશામાં રહેશે તમારાથી થાય તે કરી લો તેમ જણાવ્યું હોવાનું સ્થાનિકોએ મીડિયા સમક્ષ કહ્યું હતું.
ભરૂચની શ્રવણ ચોકડી નજીક સીટી બસના ચાલકે શાકભાજીની લારીને અડફેટે લીધી

Recent Comments