ભરૂચનું ફેબ્રુઆરીનું તાપમાન ૨ ડિગ્રી વધ્યું, ૧ થી ૨ ડિગ્રી જેટલો સરેરાશ વધુ રહેશે
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ગરમીનો પારો ઉંચો ગયો છે. ત્યારે છેલ્લા ૧૦ વર્ષમાં ફેબ્રુઆરીમાં સરેરાશમાં તાપમાન ૨ ડિગ્રી જેટલું વધી ૩૮ ડિગ્રીને સ્પર્શી ગયું છે. સરેરાશ ૩૫થી ૩૬ ડિગ્રી રહેતું ફેબ્રુઆરી મહિનાનું તાપમાન વખતે પ્રમાણમાં ચિંતાજનક રીતે ઊંચુ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષોની ઘટતી જતી સંખ્યા, અપૂરતો વરસી રહેલો વરસાદ અને ઉદ્યોગો સાથે આગળ વધતા શહેરીકરણને પરિણામે ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો પણ દર વર્ષે ઉંચેને ઉંચે જઇ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જિલ્લાનું સરેરાશ તાપમાન ૩૫ થી ૩૬ ડિગ્રી રહે છે.
જે વખતે સરેરાશ ૩૮ ડિગ્રી થઇ ગયું છે. જિલ્લાનું ફેબ્રુઆરી મહિનાનું સામાન્ય કરતા તાપમાન ૧ થી ૨ ડિગ્રી વધતા આગામી માર્ચ અને એપ્રિલ-મેમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે પ્રજાને હિટવેવનો સામનો કરવો પડે તેમ હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે. આમ શહેર અને જિલ્લામાં ઉનાળાની મોસમ લોકો માટે વધુ અકળવનારી મોસમ બની રહી છે.
Recent Comments