ભરૂચમાં દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના ૭ સભ્ય ડૂબ્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૭થી વધુ લોકો ડૂબ્યા હતા. બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
Recent Comments