ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ચાર્જ લીધા બાદ પ્રોહીબીશનની બદી સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે. આદેશના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક ભરૂચ પોલીસ એક્શન મોડમાં છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આખા વિસ્તારને ધમરોળી દારૂની બદી ઉપર નિયંત્રણ મેળવવા જાેર લગાવ્યું હતું પણ પોલીસ એ ડિવિઝન પો સ્ટેના ૧૦૦ મીટરના દાયરામાં દારૂની બદી ફેલાવવાની કોઈ હિંમત કરી ન શકે તેવા અતિ વધારે પડતાં આત્મવિશ્વાસમાં હતી તેનો લાભ ઉઠાવી પિતા – પુત્રોએ પોલીસ સ્ટેશનની બહાર દારૂની રેંકડી શરૂ કરી દીધી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઇકબાલ સમસુદીન શેખ અને તેના પુત્ર અલ્તાફ ઇકબાલ શેખની ધરપકડ કરી છે. આ શખ્શ પોલીસ સ્ટેશન બહાર સોડા અને ઠંડા પીણાની લારી ચલાવે છે. આ શખ્શ લારી ઉપર ઠંડા પીણાંની ઓથમાં દારૂ વેચતો હતો. પોલીસ સ્ટેશનની પ્રિમાઇસીસને અડીને આવેલી લારી ઉપર આ બદી ચાલતી હોવાની પોલીસ શંકા પણ કરી શકી ન હતી અને આ શખ્શ બેરોકટોક દારૂ વેચતો રહ્યો હતો. સ્ટ્રોંગ અને નોર્મલ સોડાના કોડવર્ડથી દારૂ વેચાતો હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચમાં પિતા-પુત્રોએ પોલીસ સ્ટેશનની બહાર દારૂની રેંકડી શરૂ કરી દીધી

Recent Comments