સુરતનાં માંડવીના તરસાડા (બાર) યુવાન પ્રગતિશીલ ૩૩ વર્ષીય ખેડૂત મેહુલકુમાર પ્રતાપસિંહ મહીડાએ એક હેક્ટર દીઠ ૨૨૮.૧૪૦ મેટ્રિક ટન શેરડી પકવી છે.શેરડી ઉત્પાદનમાં મોખરે રહ્યાં હતાં અને કેવડીયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની સાધારણ સભામાં મેહુલકુમાર મહિડાને સ્વ.ડો.દયારામભાઈ પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. માંડવીના તરસાડા(બાર)ના ખેડૂત મેહુલકુમાર મહીડાની ઉંમર હાલ ૩૩ વર્ષ છે. મેહુલ મહિડાએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી ખેતી કરી રહ્યાં છે. ખેડૂત ખેતીમાં શેરડી અને શાકભાજીનું વાવેતર કરે છે.
ભરૂચમાં મેહુલકુમાર મહીડાએ ૨૨૮ મેટ્રીક ટન શેરડી પકવી ઈતિહાસ રચતા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યા

Recent Comments