ભરૂચમાં યુવા ભાજપનો નેતા મિત્રની પત્નીને ભગાડી જતા ચકચાર મચી
ભરૂચ શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હિમાંશુ વૈદ મિત્રની જ પત્નીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાની ઘટનાથી ચકચાર મચી છે. બે સંતાનની માતાને ભગાડી જવાના કિસ્સામાં મહિલાના પતિ દ્વારા મિત્ર સામે ફરિયાદ નોંધવા એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે. જ્યારે ભાજપની છબીને કાલીક લગાડનાર યુવા મોરચાના મંત્રી હિમાંશુ વૈદને ભરૂચ જિલ્લા પ્રમુખે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે.
ભરૂચના સોનેરી મહલ વિસ્તારમાં આવેલ સતપંથ મંદિર નજીક રહેતો હિમાંશુ વૈદ ભાજપમાં શહેર યુવા મોરચાનો મંત્રી છે. જેને ઘર નજીક રહેતાં અકે સમાજના પ્રમુખ સાથે વર્ષો જુની મિત્રતા હતી. મિત્ર સાથેના ઘરબોના કારણે હિમાંશુ તેના ઘરે અવરજવર કરતો હતો. દરમિયાન તેની આંખ તેની મિત્રની પત્ની સાથે મળી ગઈ હતી. મિત્રની પત્ની સાથે આંખ મળી જતાં હિમાંશુનો બે સંતાનની માતા એવી મિત્રની જ પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બીજી તરફ ભોળા ભાવના એક સમાજના પ્રમુખ એવા પતિને મિત્ર તેમજ પત્ની વચ્ચે શું ચાલી રહ્યું છે તેની ખબર ન હતી. ઘરે રોજ મિત્રની બેઠકોના દોર વચ્ચે પત્ની ગુમ થતાં ભાજપના યુવા મોરચાના મંત્રી હિમાંશુ વૈદના ઘરે જ પતિએ પત્નીની શોધખોળ માટે દોટ લગાવી હતી.
જાે કે હિમાંશુ વૈદના ઘરે તપાસ કરતાં તે પણ મળી આવ્યો ન હતો. એટલું જ નહીં બંનેના મોબાઈલ પોન પણ ઘરે જ મકી તેઓ જતા રહ્યા હતા. મિત્ર અને તેની પત્નીની કરતૂત બાબતે અંતે મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ શહેરમાં સામાજિક અને રાજકીય રીતે આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉ બનતાં ભરૂચમાં ભાજપની શાખ ખરડાઈ હતી. જેથી પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા દ્વારા હિમાંશુ વૈદને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
Recent Comments