ગુજરાત

ભરૂચમાં ૩ વર્ષની બાળકી પર બળાત્કારનાં કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાભરુચની સેસન્સ કોર્ટે દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવારને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો

ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનના સંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવારને ૪ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કરી બાળકી સાથે અમાનવીય કૃત્યના મામલામાં દાખલારૂપ સજા ફટકારી છે. કોર્ટના આ હુકમથી બાળકીઓ પર ખરાબ દાનતથી નજર કરતા પહેલા વ્યક્તિ ૧૦૦ વાર વિચાર કરે તેવું ઉદાહરણ બેસાડવામાં આવ્યું હોવાનું મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યું હતું.

સગીરા સ્કુલે જતી હતી તે દરમ્યાન વાનનો ડ્રાઈવર બાળકીને સ્કૂલેથી ઘરે મુકવાના સમય દરમ્યાન ગંભીર ગુનો કરી બાળકીને સતત જાતીય સતામણી કરતો હતો અને માતાએ બાળકીના ગુપ્ત ભાગે ઇજાના નીશાન નજરે પડતા પૂછતાં બાળકીએ હકીકત જણાવી હતી ઘટનાની વિગત ઉપર નજર કરીએતો ભોગબનનારની ઉંમર ફક્ત ૩ વર્ષની હતી. દીકરીને સ્કુલમાં અભ્યાસ અર્થે નસૅરીમાં દાખલ કરેલી હતી અને તેના માટે સ્કૂલે જવા આવવા માટે આ કેસના આરોપી ચેતનભાઈ ઉર્ફે ચિરાગ મોદી કે જેની ઈકો ફોર વ્હીલ જેનો નંબર – ય્ત્ન૧૬ મ્દ્ભ ૧૮૫, ચાલવતો હતો તે સગીરાનુ ધરેથી સવારના ૮.૪૫ કલાકે લઈ જતો હતો અને સ્કૂલ છુટે બપોરના સમયે ૧૩ .૧૦ કલાકે પરત મુકવા માટે આવતો હતો.

Related Posts