ગુજરાત

ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે અંકલેશ્વર પંથકમાંથી એકકા ડબલ પ્રકરણ ઝડપી પાડયું

ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમએમ રાઠોડ નેશનલ હાઇવે ૪૮ ઉપર વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન એક ફોરવીલ ગાડી નંબર ૐઇ-૨૬-મ્જી-૯૫૫૫ ગાડી શંકાસ્પદ લાગતા ગાડીના દસ્તાવેજોની માંગણી કરતા કોઈ યોગ્ય જવાબ નહીં મળતા ગાડીની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાડીમાંથી પોલીસે ભારતીય ચલણી નોટ જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની બાળકોની રમવાની નોટોના બંડલો મળી આવ્યા હતા. આ સાથે ઓસલી નોટો પણ મળી આવતા ચાલક અને તેની સાથે રહેલા વ્યક્તિ ઉપર શંકા ગઈ અને પૂછપરછ કરવામાં આવતા બંને ભાંગી પડ્‌યા હતા. તેઓ બાળકોની રમવાની નકલી નોટોના આધારે લોકો પાસેથી ‘એક કા ડબલ’ના બહાને અસલી નોટો મેળવી નકલી નોટો પધરાવી છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

ભરૂચ પોલીસે આરોપીઓ પાસેથી ગાડીમાંથી મળી આવેલા બાળકોની રમવાની નકલી નોટોના નંગ ૫૦ બંડલ તથા રોકડા રૂપિયા ૭૮,૦૦૦ ઓસલી નોટોના બંડલ તથા ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા ૧૫૦૦૦ ફોરવીલ ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી ૨,૯૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી નજીરભાઈ હુસેનભાઇ મલેક (ઉંમર વર્ષ ૬૫ રહે મકાન નંબર ૨૩ ગ્રીનપાર્ક સોસાયટી ૧૦૦ ફૂટ રોડ આણંદ) અને ધનસુખભાઈ ચીમનભાઈ વૈધ (ઉંમર વર્ષ ૬૧ એ ૪૦૪ શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટ રીધમ હોસ્પિટલ વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે એકા કા ડબલ ના બહાને નકલી નોટો પધારી અસલી મેળવી છેતરપિંડી કરી છે. તે બાબતેની માહિતી મેળવવા અને ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.

એકા કા ડબલના કૌભાંડમાં માસ્ટર માઈન્ડ નજીર હુસેન મલેકનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવ્યો છે. જેમાં તેની સામે ૨૦૨૦ માં છેતરપિંડી તથા સાયબરમાં પણ છેતરપિંડી સહિત ગંભીર પ્રકારનો ગુનો દાખલ છે. આ સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૪ માં પણ છેતરપિંડીનો ગુનો આમ ત્રણ ગુના તેની સામે દાખલ થયેલી છે. નોંધનીય છે કે, આવી કોઈ લોભામણી જાહેરાતોમાં આવવું નહીં નહિતર તમારા અસલી પૈસા પણ ગુમાવવા પડશે.

Related Posts