ગુજરાત

ભરૂચ જિલ્લા જેલમાંથી ૭ મોબાઈલ ચાર્જરો અને ઈયરફોન મળી આવ્યા.. જિલ્લા જેલની સિક્યુરિટી શંકાના દાયરામાં

ભરૂચ એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસનું જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ…   ભરૂચ જિલ્લા જેલમાંથી ૭ મોબાઈલ ચાર્જરો અને ઈયરફોન મળી આવ્યા.. જિલ્લા જેલની સિક્યુરિટી શંકાના દાયરામાં..   અમદાવાદની સ્ક્વોડે અગાઉ બે વખત રેડ કરી મોબાઈલ ઝડપી પાડયા હતા..   ૩ કેદીઓ સામે ગુનો દાખલ. એન્ડ્રોઇડ સહીતના મોબાઇલ મળી આવ્યા..   ભરૂચની જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ ઈયરફોન ચાર્જરો મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે પરંતુ હવે ભરૂચની લોકલ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે જિલ્લા જેલમાં ચેકિંગ હાથ ધરતા ૭ જેટલા મોબાઇલ અને મોબાઇલમાં વાપરવામાં આવતા સીમકાર્ડ સહિત ચાર્જર મળી આવતા ભરૂચની જિલ્લા જેલની સિક્યુરિટી ઉપર અનેક સવાલો ઉભા થયા છે  

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જિલ્લા જેલ છેલ્લા દોઢ મહિનાથી સતત વિવાદમાં આવી રહી છે અને એક જ મહિનામાં બે વખત અમદાવાદની ઝડતી સ્કવોડએ તપાસ હાથ ધરતા પ્રથમ વખત બે મોબાઇલ એક કેદીની અન્ડરવેર તથા ગટર નજીકથી મળી આવ્યો હતો જ્યારે બે સીમકાર્ડ કેદીના મોઢા માંથી મળી આવ્યા હતા અને ત્યાર પછી ૧૫ દિવસ બાદ ફરી અમદાવાદની ઝડતી સ્કવોડ દ્વારા ફરી તપાસ કરવામાં આવતા વધુ બે મોબાઇલ અને સીમકાર્ડ મળી આવ્યા હતા જેના કારણે ભરૂચની જિલ્લા સિક્યુરિટી ઉપર અનેક સવાલો ઊભા થયા હતા   હજુ જિલ્લા જેલમાંથી બે વખત મોબાઇલ મળી આવવાની સાહી સુકાઇ નથી ત્યાં જ ભરૂચની પોલીસ અને એસઓજી પોલીસે ભરૂચની જિલ્લા જેલમાં ઝડતી લેવામાં આવતા વધુ ૭ મોબાઈલ ચાર્જરો સીમકાર્ડ અને ઈયરફોન મળી આવતા જિલ્લા જેલ ની સિક્યુરિટી શંકાના દાયરામાં આવી રહી છે

ભરૂચ એલ.સી.બી પોલીસે અને એસઓજી પોલીસે જિલ્લા જેલમાં તપાસ કરતા સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન જેલી અલગ-અલગ બેઠકો તથા કાચા કામના કેદીઓ પાસેથી જેલમાં રાખવામાં આવેલા ૭ મોબાઈલ એન્ડ્રોઇડ સાથે તેમજ ચાર્જર ઈયરફોન મળી ૧૨.૪૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેમાં ભરૂચ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે જિલ્લા જેલમાં કેદીઓ પાસેથી મળી આવેલા મોબાઇલમાં આરોપી જીયાઉર રહેમાન અહેમદ અન્સારી ઉંમર વર્ષ ૨૦ બેરેક નંબર ૬, તથા શૈલેન્દ્ર દિપક ગોસાવી ઉંમર વર્ષ ૨૪ હાલ રહેવાસી બેલેન્સ નંબર સી -૨ જિલ્લા જેલ ભરૂચ, સંજય ભાઈ મંગળભાઈ ઉર્ફે મંગાભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૪ રહેવાસી બેરેક નંબર સી ૨ જિલ્લા જેલ ભરૂચનાઓ સામે જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બાબતે ગુનો દાખલ કરાવ્યો હતો   અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જિલ્લા જેલમાં ટિફિન આપવા માટે પણ કેદીના પરિવારોએ રૂપિયા ચૂકવવા પડે છે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે ત્યારે ભરૂચની જિલ્લા જેલ ઉપર જિલ્લા પોલીસ વડાના નેજા હેઠળ સીસીટીવી ફૂટેજ પણ મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે જિલ્લા જેલમાં એક સાથે સાત મોબાઇલ મળી આવતા ભરૂચની જિલ્લા જેલની સિક્યુરિટી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે

Related Posts