ભરૂચ નેશનલ હાઇવે પરથી કતલના ઈરાદે લઈ જવાતી પશુ ભરેલી ટ્રકને પોલીસે પકડી પાડી
ભરૂચ નેશનલ હાઇવે પરથી કતલના ઈરાદે લઈ જવાતી પશુ ભરેલી ટ્રકને પોલીસે પકડી પાડી ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલી નર્મદા ચોકડી પાસે કતલના ઈરાદે લઈ જવાતી પશુ ભરેલી ટ્રકને પોલીસે પકડી પાડી પશુઓને મુક્ત કરાવ્યા હતા. તેમજ પોલીસે 4 લાખની ટ્રક અને 3.50 લાખના પશુ મળી કુલ 7.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલી નર્મદા ચોકડી પાસેની એક હોટલ પાછળથી કતલના ઈરાદે ગેરકાયદેસર પશુઓ ભરેલી ટ્રક નંબર-જી.જે.16.ઝેડ.6744 ઉભી છે, જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી કતલના ઈરાદે ગેરકાયદેસર રીતે ટ્રકમાં તાડપત્રીની ઓથમાં ઘાસચારો નહી રાખી ખીંચોખીંચ બાંધેલી 14 ભેંસો મળી આવી હતી. પોલીસે ટ્રકની કેબીનમાં બેઠેલા ઇસમ પાસે પશુઓ વાહન કરવા અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે અંકલેશ્વરના ભાદી ગામના મોટા ફળિયામાં રહેતો યાસીન ગુલામ હુસેન પઠાણને ઝડપી પાડ્યો હતો અને પશુઓને મુક્ત કરાવી 4 લાખની ટ્રક અને 3.50 લાખના પશુ મળી કુલ 7.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments