ગુજરાત

ભરૂચ લોકસભા બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ

ભરૂચ લોકસભાની ચૂંટણીમાં નવા ઉમેદવારોની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જાેવા મળી થયો છે. ભરૂચ બેઠક લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની છે, જેમાં ચતુષ્કોણીય જંગ જાેવા મળવાનો છે. કેમકે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ હવે છૈંસ્ૈંસ્ અને છોટુ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે છૈંસ્ૈંસ્ પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને ભરૂચ બેઠક પર ચાર ઉમેદવારો થયા છે.

ત્યારે હવે ભરૂચ બેઠક પર બીજા અપક્ષ કેટલા આવે છે એ જાેવું રહ્યું. જાેકે સાંસદ મનસુખ વસાવા એ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પંરતુ ભાજપની ગાદી મજબૂત છે. મોદી સરકાર નું કામ બોલે છે. આંતરિયાળ ગામોમાં પણ અમે કામ કયું છે એવી વાત કરી આપ અને છૈંસ્ૈંસ્ પર પ્રહાર કર્યો છે. બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, છૈંસ્ૈંસ્ અમને મત તોડવાના પ્રયાશે ઉમેદવાર મૂકે છે, અને એ ભાજપની સી પાર્ટી છે. પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં છૈંસ્ૈંસ્ છે અને અહીં કોઈ હલ કાઢીશું. અહીં વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઇની સરસાઈ મળે તેમ નથી, અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમેજ અમે જ જીતીશું. આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરી જંગ જામશે એ વાત પાકી છે.

હાલમા જ ગુજરાતમાં હવે છૈંસ્ૈંસ્ લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ગુજરાતની બે બેઠક પર છૈંસ્ૈંસ્ ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે. જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. આમ, બે બેઠકથી ઓવૈસીની પાર્ટી ગુજરાત લોકસભાના મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ, દીકરો બીજેપીમાં જતા છોટુભાઈએ નવા સંગઠનની જાહેરાત કરી છે. તેઓ ભરૂચથી ચૂંટણી લડે તેવા એંધાણ છે. છોટુ વસાવા દ્વારા ભારત આદિવાસી સેના નામના નવા સંગઠનની સ્થાપના કરાઈ છે. જેમાં આગામી દિવસોમાં હોદ્દેદારોની વરણી કરાશે. હાલમાં જ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જાેડાયા છે. ભરૂચ લોકસભા બેઠક પર ઓવેસી અને છોટુભાઈ વસાવાએ ઉમેદવાર મુકવાની વાત પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ઔવેસી અને આપ એક જ પાર્ટી છે, ભાજપને ઔવેસી અને છોટુભાઈ વસાવાની પાર્ટીની એન્ટ્રીથી કોઈ નુકસાન થવાનું નથી. ભરૂચ બેઠક પર મોટા નામવાળા માણસો હશે તો પણ ભાજપને કોઈ ફેર પડવાનો નથી. ૫ લાખની લીડથી ભાજપ ભરૂચ લોકસભા બેઠક જીતવાનું છે. આદિવાસીઓના હક માટે ભાજપે ખૂબ કામો કર્યા છે જેને કારણે પ્રજા બીજેપી સાથે રહેશે.

Related Posts