સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ગત દિવસમાં ભરૂચ ખાતની વેલફેર હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી જેમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.આ મૃતક લોકોનાં પરિવારજનને મોરારિબાપુ એ શ્રી હનુમાનજની સાંત્વના રૂપે રૂપિયા 5હજારની તત્કાલ સહાય મોકલાવેલ છે.રામકથમાં શ્રોતાઓ તરફથી આ સહાય પહોચતી કરાઇ છે. કુલ18 મૃતકો લેખે 90 હજાર જેટલી આ સહાય મોકલી છે. પૂજ્ય મોરારી બાપુ એ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમનાં પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.આ નોટ આપના અખબારમાં પ્રકાશિત કરવા વિનંતી કરું છું.
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય.

Recent Comments