રાષ્ટ્રીય

ભાઈએ સગી બહેન સાથે લગ્ન કર્યા, એ તો ઠીક અધિકારીએ મેરેજ સર્ટિફિકેટ પણ આપ્યું!

સરકારી યોજનાના રૂપિયા કઈ રીતે ખેંચી લેવા, તેનો નમૂનો જાેવો હોય તો, ઉત્તર પ્રદેશમાં આપને મળી જશે. અહીં ર્નિધન વર-વધૂના લગ્ન માટે સરકાર મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દરેક વિવાહીત કપલને ઘરનો સામાન અને ઉપરાંત ૩૫,૦૦૦ રૂપિયા આપે છે. એક શખ્સે આ યોજનાનો લાભ લેવા માટે પોતાની જ બહેન સાથે લગ્ન કરી લીધા.

બંનેએ સામૂહિક વિવાહમાં સાત ફેરા પણ લીધા. આ ખુલાસો થતાં જ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. આ મામલાને લઈને સરાકરી અધિકારીઓએ તપાસ શરુ કરી દીધી છે. કહેવાય છે કે, લગ્ન ૧૧ ડિસેમ્બરે ફિરોઝાબાદના ટુંડલામાં થયા હતા. કાર્યક્રમનું આયોજન ટુંડલા પ્રખંડ વિકાસ કાર્યાલયના પટાંગણમાં થયું હતું, જેમાં ૫૧ દંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સ્થાનિક ગામલોકોએ કપલને ભાઈ-બહેન હોવાનું કહીને બોલાવ્યા.

મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, વિવાહ માટે કપલની તપાસ અને વેરિફિકેશન કરી રહેલા ગ્રામ પંચાયત સચિવ મેરસેના કુશલપાલ, ગ્રામ પંચાયત ધિરૌલી સચિવ અનુરાગ સિંહ, એડીઓ સહકારિતા સુધીર કુમાર, એડીઓ સમાજ કલ્યાણ વિભાગ ચંદ્રભાન સિંહ પાસેથી સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. સંતોષજનક જવાબ નહીં મળે તો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ બાજૂ આરોપી ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામં આવી છે. આમ પણ છેતરપીંડી કરીને આવી રીતે સરકારી યોજનાનો લાભ લેતા કેટલાય લોકો પર કાર્યવાહી અગાઉ પણ થઈ છે.

Related Posts