fbpx
બોલિવૂડ

ભાઈજાન સલમાન ખાનની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્ડસ્ટ્રીના સૌથી ઈમ્પેક્ટફુલ અને એક્ટર્સ- પ્રોડ્યુસર્સની સાથે લોકોની મદદ માટે જાણીતા સલમાન ખાન વિશ્વભરમાં લોકપ્રિય છે. સલમાન જે કંઈ પણ કરે છે, તે સ્ટાઈલ અને ટ્રેન્ડ બની જાય છે. ભાઈજાને પહેરેલા કપડાંથી લઈને તેમની હેર સ્ટાઈલને પણ કોપી કરવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે અને રાતોરાત ભાઈના નકશેકદમ પર ફેન્સ ટ્રેન્ડ બનાવીને તેને ફેશન સ્ટેટમેન્ટ બનાવી દે છે. આ કોપી કેસનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ‘તેરે નામ’ ના કેરેક્ટર રાધે માટે ધારણ કરેલી હેર સ્ટાઈલ છે. ભાઈના હજારો ફેન્સએ તેમની કોપી કરી હતી.

સલમાને ફરી એકવાર કંઈક એવું કર્યું છે જે ટૂંક સમયમાં રીલ્સમાં જાેવા મળી શકે છે. સલમાન ફિલ્મ પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમની એક એક્શનની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સલમાન બર્થડે પાર્ટીમાં પહોંચતા જ ત્યાં હાજર મીડિયા ફોટોગ્રાફર્સ અને ફેન્સએ સલમાનની ગાડીને ઘેરી લીધી હતી. ગાડીમાંથી ઉતરતા સમયે સલમાનના હાથમાં ગ્લાસ હતો અને ગ્લાસને ગાડીમાં મૂકવાનું ભૂલી ગયેલ સલમાન ગ્લાસ લઈને બહાર આવી ગયા હતા. ફોટોગ્રાફર્સ સામે હાથમાં રહી ગયેલ ગ્લાસનું શું કરવું તેની અસમંજસમાં સલમાને ગ્લાસને તેમના પોકેટમાં મૂક્યો હતો અને ફોટોગ્રાફ્સ ક્લિક કરાવતા સમયે ગ્લાસને છૂપાવતો જાેવા મળ્યા હતા.

આ વીડિયો વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયા પર ટીખળબાજાેએ સલમાનની મજાક ઉડાવી હતી. સલમાનનો ગ્લાસ લગભગ અડધો ભરેલો હતો અને ગ્લાસમાં સફેદ રંગનું પ્રવાહી હતું. સલમાનની આ વીડિયો પર અનેક નેટીઝન્સે પૂછ્યું હતું કે, ભાઈજાન એ તો કહો કે, ગ્લાસમાં શું હતું? પાણી કે વોડકા? તો બીજા અનેકે સલમાનને ટેગ કરીને કહ્યું હતું કે, લાગે છે કે, પાર્ટીમાં પહોંચ્યા પહેલા જ ભાઈએ પાર્ટી શરૂ કરી દીધી છે. ફૂટપાથ પર ઊંઘતા લોકોએ આજે ધ્યાન રાખવું પડશે

Follow Me:

Related Posts