ભાગવત કથા પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે

તળાજા તાલુકાની ડુંગર ગિરિમાળા વચ્ચે ગોધામ કુંઢડા ખાતે પ્રારંભ થયેલી ભાગવત કથાના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાજનોની ઉપસ્થિતિમાં નંદ મહોત્સવ-કૃષ્ણ જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાગવતકથાના વિદ્વાન વક્તા પૂ. જીગ્નેશ દાદા રાધે રાધે ભાગવત કથા શ્રવણ નું મહાત્મય વિગતે સમજાવ્યું હતું. આજની કથામાં વ્યાસ ગાદી પરથી વક્તાશ્રી એ નંદ ઉત્સવ સાથે હિરણ્ય કશ્યપુની કથા, નરસિંહ ભગવાન, વામન જન્મ, રામ જન્મ ની ઉજવણીના પ્રસંગો સમજાવતા જણાવ્યું હતું કે, ભગવાન પાસે માગો તો બીજું બીજાનું સુખ અને કલ્યાણ માગજો….! બીજાના ભલામાં જ આપણું પણ ભલું રહેલું છે ….! દરેક કથાનો મંડપ વર્ગખંડ હોય છે. ગૌમાતા ના મહત્વ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે,ગૌ માતાના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. માણસ બે હાથની હથેળીઓ માં ગાયને ગોળ ખવડાવે તો તે માણસની ભાગ્ય રેખા ગાય માતા બદલી નાખે છે.
આ કથા પ્રસંગે કથા શ્રવણ કરવા પધારેલ પૂજ્ય સંતો માં અંબિકા પીઠાદિશ્વર 1008 મહામંડલેશ્વર પૂ. રમજુબાપુ, પું. જીણારામબાપુ શિહોર,હનુમાનદાસ બાપુ, પૂ. જીતેશગીરીબાપુ સહિત સૌ સંત મહત્માઓનું ગોધામ કોટીયા-દત્તાત્રેય આશ્રમના મહંત થાણાપતિ પૂ.લહેર ગીરીબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજની કથામાં સર્વ સમાજના આગેવાનો સહિત જોરસંગભાઈ પરમાર ,ભીમજીભાઇ પંડ્યા, હનુભાઈ પરમાર, મંગાભાઈ બાબરીયા, મંગાભાઈ સોલંકી, કાંતિદાદા પુરોહિત બગદાણા,મુન્નાભાઈ કામળિયા,ભરતભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કથા શ્રવણ નો સમય સવારના 9 થી 1 સુધીનો છે. કથ વિરામ તારીખ 20 ને સોમવારના રોજ થશે. તા. 19 ને રવિવારે રાત્રે રાજભા ગઢવી,જીગ્નેશ બારોટ, પોપટભાઈ માલધારી, નાજાભાઇ આહીર, અરવિંદબાપુ ભારતી વગેરે કલાકારો દ્વારા સંતવાણી ડાયરાનું પણ આયોજન થયું છે ભજન, કથા-સત્સંગ અને ભોજન પ્રસાદનો લાભ લેવા પૂ.લહેરગુરી બાપુ તેમજ સેવક સમુદાય દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે
Recent Comments