fbpx
ગુજરાત

ભાજપના આ ધારાસભ્યને કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો શું છે સમગ્ર મામલો

બે વર્ષની સજા અને 4 હજારનો દંડ ફટકાર્યો છે. કેસરીસિંહ સોલંકી સહિત 26 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. સેશન્સ કોર્ટે બે વર્ષની સજા અને 4 હજારનો દંડ ફટકાર્યો છે. 
માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી 26 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને બાતમી મળી હતી અને દરોડા પાડયા હતા ત્યાં કેસરીસિંહ સોલંકી સહિત 26 આરોપીઓ ને સજા ફટકારી છે. 

શિવરાજપુર નજીક એક રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ દ્વારા અગાઉ દરોડો પાડવામાં આવ્યા હતા.
માતરના ભાજપ ધારાસભ્ય પણ ત્યાં હતા ત્યારે કેસરીસિંહની પણ ધરપક કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 26 લોકોને પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
આણંદ જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી છે અને શિવરાજપુર ગામ નજીક એક રિસોર્ટમાં જુગાર રમવા મામલે પંચમહાલ પોલીસે રંગેહાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રંગેહાથે જુગાર રમતા ઝડપવાની સાથે સાથે રીસોર્ટમાં દારુની બોટલ પણ ઝડપી હતી. પોલીસે એક સાથે પાંચ રૂમની અંદર જુગાર રમતા 26 જેટલાની ધરપક કરી હતી. 

અગાઉના આ કેસ છે કે, જેમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને શિવરાજપુર નજીકના રીસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે એકઠા થયા છે. જેના આધારે દરોડા પાડતા પોલીસને રિસોર્ટમાં પાંચ રૂમમાં જુગાર રમતા લોકોને મળી આવ્યા હતા. આ રેડ પાડવામાં આવી હતી ત્યારે કેશરસિંહ સોલંકી પણ સામેલ હતા.

Follow Me:

Related Posts