ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા, ગોંડલમાં ફરીએકવાર ૫ મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે
ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે, પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે ૫ મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે, ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ કાર્યક્મ યોજાશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ,કારડીયા રાજપૂત ,નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂતને ખાંટ રાજપૂત સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજા દ્વારા આ એક પ્રકારનું શક્તિપ્રદર્શન પણ કહી શકાય છે કેમકે તેમના પરિવારનું કામ, સેવા ના વખાણ કરતાં લોકો થક્તા નથી, ત્યારે હવે ગોંડલમાં એક મોટી જાહેરસભાને જેમ તૈયારીઓ કરવામા આવી છે.
Recent Comments