ખેડા લોકસભા સીટ પર ના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી થઇ છે. નડિયાદના એક નાગરિકે ચૂંટણી અધિકારી સમક્ષ દેવુસિંહ ચૌહાણ સામે વાંધા અરજી કરી છે. દેવુસિંહ 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરતા હોવાની રજૂઆત કરી છે. આવાસ જાહેર સંપત્તિ હોવા છતાં દેવુસિંહે સરકારમાં ભાડું જમા ન કરાવ્યાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. મકાનનું લાઈટ બીલ, ભરવાપાત્ર કરવેરા ન ભર્યા હોવાની રજૂઆત છે. સરકારી લેણાની રકમ જમા ન કરતા વાંધા અરજી કરી છે, હાલ આ અરજી જિલ્લા કલેક્ટર પાસે તપાસ માં છે.
ભાજપના ખેડા લોકસભા સીટ ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી

Recent Comments