fbpx
રાષ્ટ્રીય

ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના દિગ્વિજય સિંહની વાતોથી રાજ્યસભામાં હાસ્ય રેલાયુ

મોદી સરકારની પ્રશંસા બદલ દિગ્વિજયે સિંધિયાને કહ્યું- વાહ મહારાજ વાહ, અમારા આશીર્વાદ તમારી સાથે છે

રાજ્યસભામાં ગુરુવારે વિવિધ વિપક્ષ પાર્ટીએ ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા વર્તમાન આંદોલનને ઉકેલવાની સરકારની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયામાં આ ચર્ચા વખતે ગજબની જુગલબંદી જાેવા મળી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનો પક્ષ રજૂ કરતા કોંગ્રેસને ઘેરી હતી, જ્યારે દિગ્વજિય સિંહનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમની વાત સાંભળી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ અને ખેડૂતોના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પછી જ્યારે કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહનું નામ આવ્યું તો તે હસવા લાગ્યા. ત્યારે સભાપતિએ કહ્યું આમા મેં કોઈ ફેરફાર કર્યો નથી.

જે લિસ્ટમાં હતું મેં તે મુજબ જ નામ લીધું. આ વાત પર દિગ્વિજય સિંહ હસી પડ્યા હતા. દિગ્વિજયે સિંધિયાને પોતાનો પક્ષ સારી રીતે રજૂ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા. તેમણે કહ્યું કે સિંધિયા જે રીતે યુપીએ સરકારનો પક્ષ રજૂ કરતા હતા, તે જ રીતે આજે આ સરકારનો પક્ષ રજૂ કર્યો છે. વાહ જી મહારાજ વાહ. અમારા આશીર્વાદ તમારી સાથે છે અને રહેશે. સિંધિયાએ કોરોના કાળમાં મોદી સરકારે લીધેલા ર્નિણયની પ્રશંસા કરી હતી. ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોરોના એક અદ્રશ્ય શત્રુ હતો.

વિશ્વમાં કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા, ૨૦ લાખ લોકોના મોત થયા. ભારત કોરોનાને મ્હાત આપી છે અને પ્રવર્તમાન સમયે સરેરાશ ગ્લોબલ રિકવરી રેટ ૭૦ ટકા છે. ભારતમાં તે સૌથી વધુ ૯૭ ટકા છે. કોરોનાની બીજી લહેર ભારતમાં આવી પણ ન શકી કારણ કે નેતૃત્વએ યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લીધો. સિંધિયા પછી દિગ્વિજય સિંહ બોલવા ઉભા થયા ત્યારે તેમણે અધ્યક્ષને સંબોધતા કહ્યું કે, હું તમારા માધ્યમથી જ્યોતિરાદિત્ય સિંધિયાને અભિનંદન આપવા માંગુ છું. જે રીતે તેઓ યુપીએ સરકારમાં પક્ષ રાખી રહ્યા હતા તે જ રીતે આજે તેમણે ભાજપનો પક્ષ રાખ્યો છે. વાહ જી મહારાજ વાહ. દિગ્વજિય સિંહની વાત પૂર્ણ થયા બાદ સિંધિયાએ હાથ જાેડ્યા હતા અને તેમને કહ્યું કે, બધા તમારા જ આર્શીવાદ છે. આ વાતોને લઈને રાજ્યસભામાં હાસ્યની છોળો ઉડી હતી.

Follow Me:

Related Posts