fbpx
અમરેલી

ભાજપના દિગ્ગજ નેતાએ ગુજરાત મોડેલની પોલ ખોલી નાંખી : અમરેલી તાલુકા કોંગી:પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છે૬ત્સિલા રપ વષ૬/ગ્:ત્સથી ભાજપનું શાસન છે, અને ભાજપના નેતાઓ ગુજરાત મોડેલ ના બણગાં ફુકતા હોય તો આજે ખુદ ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ પોતાની સરકારની પોલ ખોલી નાંખી છે, ભાજપના નેતાઓ દ્રારા અવાર–નવારગુજરાતને નં. ૧ રાજય બનાવવાનો દાવો કરતા હોય છે તો શું ભાજપે ગુજરાતને દારૂમાં નં. ૧ બનાવ્યું ? ભ્રષ્ટાચારમાં નં. ૧ બનાવ્યું ? બેરોજગારીમાં નં. ૧ બનાવ્યું ? બળાત્કારમાં નં. ૧ બનાવ્યું ? લુંટફાટમાં નં. ૧ બનાવ્યું ? ખુન ખરાબામાં નં. ૧ બનાવ્યું ? ખનીજ માફીયામાં નં. ૧ બનાવ્યું ? કે પછી ગુંડાગરદીમાં નં. ૧ બનાવ્યું ? તેનો ખુલાસો ભાજપના નેતાઓએ ગુજરાતની જનતા સમક્ષ કરવો જોઈએ, આજે છે૬ત્સિલા રપ વર્ષ થી ભાજપના શાસનની પોલ ખોલીને ખુદ ભાજપના જ દિગ્ગજ નેતા દીલીપભાઈ સંઘાણી દ્રારા ભાજપનો અસલી ચહેરો ગુજરાતની જનતા સમક્ષ મુકી દીધો છે, જો ભાજપના નેતા દીલીપભાઈ સંઘાણી અમરેલી જિ૬ત્સિલામાં દારૂના હડાં કયા ચાલે છે તેના સરનામા તેની પાસે હોય તો જનહિત અને સમાજનાહીત માટે આવા હડાં ઉપર જનતા રેડ કરીને અથવા પોલીસને સાથે રાખીને આવાં હડાંઓ બંધ કરાવવા જોઈએ.આજે સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે, જેની વાસ્તવિક પરિસ્થિતીનો ખ્યાલ ભાજપના નેતા અને સાંસદ નારણભાઈ કાછડીયાએ દીલીપભાઈની સાથે રહીને મીડીયા સમક્ષ કરેલ છે. જો અમરેલી જિલ્લામાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને ખુ૬ત્સિલે આમ રેતી ચોરી થતી હોય તો અત્યાર સુધી ભાજપના નેતા દીલીપભાઈ સંઘાણી અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા જાણતા હોવા છતાં પણ કેમ ચુપ હતા ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts