વિવિધ મુદ્દે આગવી રજૂઆતને લઈ જાણીતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે કરેલી એક ટ્વિટ ફરી ચર્ચામાં છે. રામ મંદિર અને 370ની કલમ જેવા વિવાદનો ઉકેલ આવી ગયા બાદ પણ લીલીયાની ભૂગર્ભ ગટરનો પ્રશ્રનો ઉકેલ ના આવ્યો હોવાના લખાણ સાથે ડો. કાનાબારે ટ્વિટ કર્યું છે અને મુખ્યમંત્રીને ટેગ કર્યા છે. ભાજપના નેતાએ જ ટ્વિટ કરી ભાજપ સામે બળાપો કાઢતા રાજનીતિ ગરમાઈ છે.
ભાજપના નેતાનો ટ્વિટર પર બળાપો : ‘રામમંદિરના વિવાદનો ઉકેલ આવી ગયો પણ લીલીયાની ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ના ઉકેલાયો’


















Recent Comments