અમરેલી

ભાજપના મહિલા સાંસદે ખેડુતોને મવાલી કહીને ખેડુત વિરોધી ભાજપની માનસિકા સાબિત કરી : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ: મનીષ ભંડેરી

તાજેતર માંજ સતાના મદમાં ભાન ભુલેલા ભાજપના મહિલા સાંસદ મીનાક્ષી લેખીએ ખેડુતોને મવાલી કહીને ભાજપ પક્ષની ખેડુત વિરોધી માનસિકતા સાબિત કરી દીધી, છેલ્લા સાત મહિના કરતા વધુ સમયગાળા થી દિલ્હીની બોર્ડર ઉપર પંજાબ અને હરીયાણાના ખેડુતો ત્રણ કૃષિના કાળા કાયદા વિરુધ્ધ આંદોલન ચલાવી રહયા છે,

જેના ભાગરૂપે ખેડુતોએ દિલ્હી શહેરમાં જંતર – મંતર ખાતે કૂચ કરીને આંદોલનને આક્રમક બનાવીયું છે, ત્યારે આ ખેડુત આંદોલનથી કેન્દ્રની ભાજપ સરકારને રેલો આવતા તેના નેતાઓ બેફામ બફાટ કરવા લાગ્યા છે, ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે, અને દેશનો ખેડુત જતનનો પાલનહાર છે, આજે આવા જગતના તાત એવા ખેડુતોને ભાજપના મહિલા સાંસદ મીનાક્ષી લેખીએ મવાલી કહીને ઘોર અપમાન કરીયુ છે. જેનો જવાબ આવનારી ચુંટણીઓમાં આ જગતનો તાત એવા ખેડુતો જડમુળ માંથી ભાજપને ઉખેડીને ફેકી દેશે આ દેશનો ખેડુત ઈંટનો જવાબ પથ્થરથી આપતા પણ આવડે છે.

Related Posts