અમરેલી

ભાજપના રાજમાં ગુજરાતની નગરપાલિકાઓની સ્થિતી દયનીય હાલતમાં : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં ભાજપના રાજમાં ગુજરાતની નગરપાલિકાઓની સ્થિતી ખુબ જ દયનીય બની ગઈ છે, ભાજપ શાસિત નગરપાલીકાઓમાં ભાજપના શાસકોની અણઆવડતના કારણે નગરપાલિકાની હાલત બદતર થઈ ગઈ છે જેનો ભોગ શહેરની જનતા બનતી હોય છે, શહેરની જનતા દ્રારા સમયસર વેરાઓ નગરપાલિકાઓમાં ભરવામાં આવતા હોય છે આ વેરાની રકમ યોગ્ય આયોજન કરીને જનતા માટેની સુવિધાઓ પાછળ વાપરવાના બદલે ભાજપના શાસકો પોતાની જાહો જલાલી પાછળ તથા ખોટા અને મોટા તાયફાઓ પાછળ વાપરે છે, પરીણામે શહેરની આમ જનતાની પરસેવાની કમાણીના વેરાની રકમ ખોટી રીતે તથા ખોટી જગ્યાએ વેડફાટ કરવાનું કામ ભાજપના શાસકો કરી રહયા છે, જેના પરીણામે આજે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગની ભાજપ શાસિત નગરપાલીકાઓમાં નગરપાલીકાના વીજ બીલ ભરવાના પૈસા પણ નગરપાલીકાઓ પાસે રહયા નથી પરીણામે જીઈબી દ્રારા નગરપાલીકાઓના વીજ કનેકશનો કાપી નાંખવામાં આવ્યા છે, જેને લીધે શહેરની આમ જનતાને સ્ટ્રીટ લાઈટની સુવિધા તથા સમયસર પીવા માટેનું પાણી નગરપાલીકા આપી શકતી નથી.

Follow Me:

Related Posts