ભાજપના રાજમાં દીનપ્રતિદીન મોઘવારી વધતી જાય છે, હાલમાં પેટ્રોલ,ડીઝલના ભાવ ૧૦૦ રૂા. પ્રતિ લીટર સુધી પહોચી ગયા છે, અને રાધણગેસના બાટલાનો ભાવ ૯૦૦ રૂા. સુધી પહોચી ગયા છે, ખરેખર આ ભાજપ સરકાર મોઘવારીને નાથવા નિષ્ફળ નીવડી છે, જેને પરીણામે દેશની આમ જનતા મોઘવારીના મારથી પીસાઈ રહી છે, શાકભાજી,ઘરવખરીની ચીજ વસ્તુઓ, કરીયાણું,ખેતી માટે ખાતર, બીયારણ,જતુનાશક દવા,વગેરે ના ભાવો આસમાને પહોચ્યા છે, તેની સામે લોકોની આવક નીચી ગઈ છે, પરીણામે સામાન્ય માણસને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે તથા ખેડુતોને ખેતી કરવી મોઘીદાટ બની છે, જેને લીધે દેશની સામાન્ય જનતા અને દેશનો ખેડુત આર્થિક સંકડામણમાં મુકાય ગયા છે, જો ભાજપ સરકારમાં થોડીઘણી દેશની જનતા,ગરીબ લોકો,ખેડુતો પ્રત્યે સંવેદના હોય તો તત્કાલ મોઘવારીને ડામીને દેશની જનતાને મોઘવારીના મારથી બચાવવામાં આવે.
ભાજપના રાજમાં મોઘવારીએ માઝા મુકી: અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી


















Recent Comments