અમરેલી

ભાજપના રાજમાં રાજયની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાનીચે જીવન ગુજારવા મજબુર : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી

વિકસિત અને વાઈબ્રન્ટ ગુજરાતમાં દીનપ્રતિ દીન ગરીબી રેખાનીચે જીવતા પરીવારોની સંખ્યા વધી રહી છે, આજે ભાજપના રાજમાં રાજયની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાનીચે જીવન ગુજારવા બની છે, એકબાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલના બણગા ફુંકી રહી છે, અને બીજી બાજુ ગરીબ પરીવારોમાં વધારો થઈ રહયો છે, ગુજરાતમાં વિકાસનો ઢોલ પીટનાર ભાજપ સરકાર લોકોને ઉંઘા ચશ્મા પહેરાવાનું કામ કરી રહી છે, સમગ્ર ગુજરાતમાં ૦ થી ૧૬ ગુણાંક વાળા ૧૬,૧૯,રર૬ પરીવારો છે જયારે ૧૭ થી ર૦ ગુણાંકવાળા ૧પ,રર,૦૦પ પરીવારો છે, કુલ મળીને ૩૧,૪૧,ર૩૧ પરીવારો ગરીબી રેખાનીચે જીવજ જીવવા માટે મજબુર બન્યા છે, રાજય સરકારે ખુદ સ્વિકાર્યુ છે કે છેલ્લા એક વર્ષમાં ૪૬,૬પ૧ ગરીબ પરીવારોનો વધારો થયો છે, જેમાં સોૈથી વધુ અમરેલીમાં ર,૪૧૧ અને રાજકોટમાં ૧પ૦૯ ગરીબ પરીવારોની સંખ્યાનો વધારો થયો છે, વાઈબ્રન્ટ ગુજરાતના દાવા વચ્ચે ગરીબોની સંખ્યા ઉતરોતર વધી રહી છે, ગુજરાતમાં કુલ ગરીબોની સંખ્યા ૧.૮૮ કરોડ એટલે કે ગુજરાતની વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાનીચે જીવન જીવવા મજબુર બની છે.

Related Posts