fbpx
અમરેલી

ભાજપના રાજમાં સંસદ ભવન સુરક્ષિત ન હોય તો દેશની જનતા સુરક્ષિત ક્યાંથી હોય? : મનિષ ભંડેરી

કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ભારત દેશના નાગરિકોની કઠણાઈ બેસી ગઈ છે, આજે સમગ્ર ભારત દેશના નાગરિકો ભાજપના રાજમાં સુરક્ષિત રહ્યા નથી, ભાજપના રાજમાં પુલવામા ની અંદર આંતકવાદી હુમલો થાય અને ભારત દેશના 44 જવાન શહીદ થઈ જાય તે મોદી સરકારની નિષ્ફળતા સાબિત કરે છે, પઠાણકોટમા આંતકી હુમલો થાય અને જવાનો શહીદ થઈ જાય, જમ્મુ કાશ્મીરમાં 370 ની કલમ હટાવવા છતાં પણ રોજ દિવસ ઉગે અને આંતકવાદીઓ હુમલાઓ કરે જેને લીધે રોજ ભારત દેશના સૈનિકો શહીદ થાય છે

જે મોદી સરકારની નિષ્ફળતા સાબિત કરે છે, ચીન દેશ ભારતની જમીન ઉપર કબ્જો જમાવીને બેઠો છે છતાં પણ આ દેશનો ચોકીદાર ચીન સામે લાલ આંખ કરી શકતો નથી, પાકિસ્તાન સામે પણ 56 ઇંચની છાતી વાળા નરેન્દ્રભાઇ મોદી કડક વલણ અપનાવી શકતા નથી, ભારત દેશમાં સૌથી સુરક્ષિત જગ્યા સંસદ ભવન રહેલી છે અને આ સંસદ ભવનની ત્રણ લેયરની સિક્યુરિટી ભેદીને પાંચ થી છ યુવાનો સંસદની અંદર ઘૂસી જાય અને સ્મોક બોમ્બ દ્વારા ધુમાડો ફેલાવે જે સાબિત કરે છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંસદ ભવન તથા દેશની સુરક્ષા બાબતે નિષ્ફળ રહ્યા છે, જો નરેન્દ્ર મોદીના રાજમાં લોકશાહીનું પવિત્ર મંદિર એટલે કે સંસદ ભવન જો સુરક્ષિત ન હોય તો નરેન્દ્ર મોદીના હાથમાં દેશ સુરક્ષિત ક્યાંથી હોય? તેવો વેધક સવાલ કોંગ્રેસના નેતા મનીષ ભંડેરીએ કર્યો છે.

Follow Me:

Related Posts