ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા ટીએમસીમાં જાેડાયા
પૂર્વ બીજેપી નેતા યશવંત સિંહા શનિવારા તૃણમૂલ કાૅંગ્રેસમાં શામેલ થયા છે. પશ્ચિમ બંગાળના રાજધાની કોલકાતા સ્થિત ટીએમસી ભવનમાં સિંહાએ તૃણમૂલ કાૅંગ્રેસનું સભ્યપદ લીધું હતું. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા સિંહાએ જણાવ્યુ કે, મારા ર્નિણયથી લોકો ચોંક્યા હશે. હું પાર્ટી પોલિટિક્સથી અલગ થઈ ગયો હતો. પરંતુ આજે આપણા દેશનો મૂલ્યો ખતરામાં છે. આપણી સંસ્થાઓમાં પ્રજાતંત્રની તાકાત રહેલી છે. પરંતુ આજે આપણી સંસ્થાઓ કમજાેર થઈ રહી છે. જેમાં દેશનું ન્યાયતંત્ર પણ શામેલ છે. સિંહાએ જણાવ્યું કે સરકારની મનમાની પર અંકુશ લગાવાનાર કોઈ વધ્યું નથી.
પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજી પર બુધવારે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા પછી તેઓ કોલકાતાની હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન તેઓએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેઓએ કહ્યું છે કે, “હું મારા ભાઇઓ-બહેનોને શાંત રહેવાની અપીલ કરું છું. એ સાચું છે કે કાલે મને ઇજા થઇ હતી. મારા પગ, હાથ અને ઘૂંટણમાં ઇજા થઈ છે. લિગામેંટ્સ ડેમેજ થયું છે. કાલે હું પોતાની ગાડીના બોનેટ પર ઉભી થઈને લોકોનું અભિવાદન કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગ્યો હતો. જેના કારણે હું પડી ગઈ અને ઇજા પહોંચી છે.
મમતા બેનરજીએ વધુમાં કહ્યું હતું કે, “હું ટીએમસી કાર્યકર્તાઓ અને બધા લોકોને અપીલ કરું છું કે શાંતિ અને સંયમ બનાવી રાખે. એવું કશું પણ ન કરો જેનાથી જનતાને કોઈપણ પ્રકારની તકલીફ પડે. આગામી બે ત્રણ દિવસમાં હું ફરી ચૂંટણી પ્રચાર અભિયાનના કામમાં પરત ફરીશ. કદાચ મારે પુરુલિયાની રેલી વ્હીલચેર પર કરવી પડી શકે છે.
Recent Comments