fbpx
ગુજરાત

ભાજપના વેકિસનેશન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરાં

પૂર્વ ધારાસભ્ય પોતે જ માસ્ક પહેર્યા વગર દેખાયા

એક તરફ સરકાર જાહેર કાર્યક્રમોમાં લોકોની ભીડ જમા ના કરવા સુચના આપી રહી છે.બીજી તરફ ભાજપના નેતાઓ જ સરકારની આ સુચનાનો અમલ કરતા નથી.શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આયોજિત કોરોના વેકિસનેશનના યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓ દ્વારા કોવિડ -૧૯ ગાઈડલાઈનનો ભંગ કરી વેકિસનેશન કાર્યક્રમ આયોજિત કર્યો હોવા અંગેનો વિડિયો સોશિયલ મિડીયા ઉપર વાઈરલ થતા આ વિષય ખુબ ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ,શહેરના ગીતા મંદિર પાસે પઠાણની ચાલી આવેલી છે.આ વિસ્તારમાં ભાજપ દ્વારા કોરોના વેકિસનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત કૌશિક જૈન સહીતના અન્ય નેતાઓ ટોળે વળ્યા હતા.ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયુ નહોતું.આ કાર્યક્રમમાં ખુદ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે માસ્ક પહેર્યા વગર ફોટા પડાવ્યા હતા.

Follow Me:

Related Posts