ભાજપના સક્રિય કાર્યકર્તા ભીખાભાઇ લખાણી ૨૦૦ કાર્યકરો સાથે આપમાં જાેડાયા

વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે. તે અગાઉ જ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. એકબીજા કાર્યકરો તોડવા અને પોતાના પક્ષમાં સામેલ કરવાનું શરૂ થઈ ગયું છે.ત્યારે સુરતમાં ૧૬ વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપનો ખેસ પહેર્યો છે. પૂર્વ વોર્ડ નં. ૩ ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી૨૦૦ કાર્યકરો સાથે આપમાં જાેડાયા છે.
નાના વરાછા વિસ્તારની શ્યામધામ સોસાયટીની વાડી આપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં ઢોલ નગારા સાથે આવકારવા માટે આમ પાર્ટી ગુજરાત નેતા મહેશભાઈ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા હાજર રહ્યા હતા. ભીખાભાઈ લાખાણી તેમના ૨૦૦ કરતાં વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. જ્યારે આનંદીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની શોપની મુલાકાત લેતા એવા ભાજપના ઘનિષ્ઠ કાર્યકર્તા-વેપારી તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.
આપ નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ લોકો આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાઇ રહ્યા છે. પ્રામાણિકતાથી માત્ર પ્રજાના સેવાના લક્ષ્ય સાથે ઉતરેલી પાર્ટીને હવે આમ આદમી સમજી રહ્યું છે અને તેને કારણે ગુજરાતમાં સત્તા પરિવર્તન તરફ જઈ રહી છે. જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને વિકાસના કામો કર્યા છે.
Recent Comments