fbpx
રાષ્ટ્રીય

ભાજપના સાંસદ મનોજ તિવારી કોરોના પોઝિટીવ

મનોજ તિવારી પહેલા સવારે અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. કેજરીવાલે લખ્યું, ‘મને કોરોના ચેપ લાગ્યો છે, લક્ષણો હળવા છે. મેં અત્યારે મારી જાતને ઘરે ક્વોરન્ટાઇન કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરીને કોરોના ટેસ્ટ કરાવવો જાેઈએ.સમગ્ર દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે દિગ્ગજ નેતાઓ અભિનેતા કે સામાન્ય નાગરિક આનાથી બચી શક્યા નથી. આજે દિલ્હીના ઝ્રસ્ અરવિંદ કેજરીનાવ કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે મ્ત્નઁ સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત, લક્ષણો દેખાતા પહેલાથી જ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મનોજ તિવારીએ ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. મનોજે જણાવ્યું કે લક્ષણો દેખાતા હોમ આઇસોલેટ થયા છે. મનોજ તિવારીએ લખ્યું, ‘૨ જાન્યુઆરીની રાતથી હું અસ્વસ્થ અનુભવી રહ્યો હતો. હળવો તાવ અને શરદીના કારણે હું ગઈ કાલે ઉત્તરાખંડ-રુદ્રપુર પ્રચાર માટે પણ જઈ શક્યો નહોતો. હું આજે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છું. સાવચેતી રાખીને, મેં ગઈકાલે મારી જાતને આઇસોલેટ કરી દીધી હતી, તમે પણ સાવધાની રાખો અને તમારા પરિવારની કાળજી લો.

Follow Me:

Related Posts