ભાજપની ૪૦૦ સીટો ન આવતા અમરેલીની ૪૦૦ દુકાનો સીલ કરવામાં આવી -તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
તાજેતરમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ, જેમાં ભાજપની અને તેના સાથી પક્ષોની ૪૦૦ પ્લસ બેઠક મેળવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે,જેની દાઝ રાખીને અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં અંદાજે ૪૦૦ જેટલી દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ કરીને નાના વેપારીઓને ધંધા રોજગાર વગરના ભાજપના શાસકોએ કરી દીધા છે.
એકબાજુ રોજગારી આપવાની વાત કરતા ભાજપના શાસકો નાના-નાના વેપારીઓની રોજગારી છીનવવાનું કામ કરી રહી છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભારત દેશની જનતાએ શિક્ષણ, આરોગ્ય, રોજગારી, મોંઘવારી વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરીને ભાજપનું ૪૦૦ પાસ સીટો મેળવવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું છે, જેની દાઝ ભાજપના શાસકો અમરેલી શહેરના નાના- નાના વેપારીઓની દુકાનો સીલ મારીને બદલો લઈ રહ્યા છે, જ્યારે કોઈપણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે ત્યારે તેના અભિપ્રાય માટે નગરપાલિકા તથા ફાયર સેફ્ટી ઓફિસરની એન.ઓ.સી વગર બાંધકામ કરી શકાતું નથી, તો આમા માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા, ફાયર સેફ્ટી ઓફિસર, કોમ્પ્લેક્સ બનાવનાર બિલ્ડર જવાબદાર બને છે. આમાં નાના વેપારીઓનો કોઈ જ વાંક નથી, આ તો પાડાના વાંકે પખાલીને ડામ આપવાનું કામ ભાજપના શાસકો કરી રહ્યા છે.
Recent Comments