ભાજપને અધીર રંજન કરતા વધુ સોનિયા ગાંધીની માફી જાેઈએ છે…
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહી સંબોધિત કરવાના મામલે ભાજપે સોનિયા ગાંધીની ઓછું સ્વીકાર્ય નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને વિપક્ષી દળો સાથે સારું સંકલન સ્થાપિત કરી સદનમાં કામકાજ કરાવવાની જવાબદારી સંભાળી રહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશી સુધી, સરકારના મંત્રી અને ભાજપ સાંસદ સતત આ મુદ્દે સોનિયા ગાંધીની માફીની માગણી કરી રહ્યા છે. આ મામલે સદનના બંને ગૃહમાં હંગામો ચાલી રહ્યો છે.
શુક્રવારે પણ આ મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામાને કારણે કોઈ કામકાજ થઈ શક્યું ન હતું અને સદનની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી હતી. પરંતુ મોટો સવાલ તો એ છે કે શું સોમવારના પણ સદનમાં સુચારૂ રીતથી કામકાજ થઈ શકશે, કારણ કે ભાજપ આ મુદ્દે માફીથી ઓછું કંઈ સ્વીકારતું નથી. ભાજપના એક મોટા નેતાએ કહ્યું કે અધીર રંજન ચૌધરીએ ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠેલી એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું છે અને તેમણે આ મામલે માફીથી ઓછું મંજૂર નથી.
તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરી, લોક સભામાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને કારણે સોનિયા ગાંધી તેમના નિવેદનની જવાબદારી લેવાનું ટાળી શકે નહીં. આ પહેલા ૧૨ વાગે લોકસભામાં હંગામા વચ્ચે જરૂરી કાગળો ગૃહના ટેબર પર રજૂ કરવા દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ, ભાજપ સાંસદો અને મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા હંગામા પર કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે શું કરીએ સોનિયા ગાંધી માફી માગતા નથી. જાે તેઓ માફી માંગે તો આ મામલો ખતમ થઈ જશે.
Recent Comments