ભાજપને રેમડેસિવિર ખરીદવાની કોઈ પરવાનગી આપી નથીઃ પ્રધાન
રેમડેસિવિરના કથિત સંગ્રહ કરવા મુદ્દે ભાજપ અને મહાવિકાસ આઘાડી વચ્ચેનો વિવાદ શમતો નથી. એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડિ્મનિસ્ટ્રેશન)ના પ્રધાન ડૉ. રાજેન્દ્ર શિંગાનેેએ જણાવ્યું હતું કે મેં ભાજપને રેમડેસિવિર ખરીદવાની અને દરદીઓને આપવાની કોઈ પરવાનગી આપી નથી. તેમણે ભાજપ ખોટી માહિતી ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપે સંપર્ક સાધ્યો હતો, તેમ પણ જણાવ્યું હતું. શિંગાનેએ ફરી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈ સંગઠન કે રાજકીય પક્ષ રેમડેસિવિરની ખરીદી શકતું નથી. અગાઉ બ્રુક ફર્માની રેમડેસિવિર મામલે ભાજપ અને મહાવિકાસ આઘાડી વચ્ચે થયેલા વિવાદ બાદ વિરોધપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અમે આ અંગે એફડીએના પ્રધાનને જણાવ્યું હતું અને કેન્દ્ર સરકાર પાસેથી તમામ પરવાનગીઓ લીધી હતી. શિંગાનેએ જણાવ્યું હતું કે ભાજપે મારો સંપર્ક સાધ્યો હતો, પરંતુ મેં કોઈ પરવાનગી આપી ન હતી.
Recent Comments