ભાજપની બેઠક યોજાઈ, ૨૦૨૩ના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને થઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની મુલાકાત બાદ બુધવારે (૨૮ જૂન) તેમના નિવાસસ્થાને ભાજપની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ૨૦૨૩ના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ સંગઠન મંત્રી બીએલ સંતોષ હાજર હતા. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, પીએમ મોદી સાથેની આ મુલાકાત સંગઠનમાં ફેરબદલને લઈને મંથન પછી થઈ છે, આવી સ્થિતિમાં સંગઠનમાં ઘણા ફેરફારો થઈ શકે છે. ભાજપનો મેગા પ્લાન લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં માઇક્રો મેનેજમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપે પહેલીવાર પાર્ટીના કામકાજને સરળ બનાવવા માટે દેશને ત્રણ સેક્ટરમાં વહેંચ્યો છે. આ માટે ભાજપે ઉત્તર પ્રદેશ, દક્ષિણ પ્રદેશ અને પૂર્વ પ્રદેશ નક્કી કર્યા છે. મળતી માહિતી મુજબ, ૬, ૭ અને ૮ જુલાઈએ દેશના અલગ-અલગ ભાગોમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મંત્રી સાથે પ્રદેશના અગ્રણી નેતાઓની બેઠક થશે.
૬ના રોજ પૂર્વ રીઝન, ૭મીએ ઉત્તર રીઝન અને ૮મીએ દક્ષિણ રીઝનની બેઠક યોજવાનું નક્કી કરાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પ્રદેશ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો હાજર રહેશે. તેને પ્રદેશની કારોબારી તરીકે પણ જાેવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા તેને ભાજપની મોટી વ્યૂહાત્મક કવાયત માનવામાં આવી રહી છે. ક્યાં અને ક્યારે યોજાશે બેઠક?.. તે જાણો.. ૬ જુલાઈના રોજ ગુવાહાટીમાં પૂર્વ ક્ષેત્રની બેઠક યોજાશે. જેમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરાના પાર્ટી સાથે જાેડાયેલા લોકોને સામેલ કરવામાં આવશે. ૭ જુલાઈએ ઉત્તર રીઝનની બેઠક દિલ્હીમાં યોજાશે. તેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ દીવ-દાદર નગર હવેલી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણાના ભાજપના નેતાઓ સામેલ થશે. દક્ષિણ રીઝનની બેઠક ૮મી જુલાઈએ હૈદરાબાદમાં યોજાશે. જેમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવા, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપના પક્ષના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.


















Recent Comments