અમરેલી

ભાજપમાંથી ‘આપ’માં પ્રવેશ કરનાર શરદ લાખાણીને જિલ્‍લાનાં પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી

અમરેલી ખાતે તાજેતરમાં નવી દિલ્‍હીના ધારાસભ્‍ય ગુલાબભાઈ યાદવ, ડી.એમ. બુટાણી અને નિમીષાબેન ખૂંટની ઉપસ્‍થિતિમાં ભભઆમ આદમી પાર્ટીભભની સંગઠનલક્ષી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્‍લાભરમાંથી મોટી સંખ્‍યામાં ભભઆપભભના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ તકે ભાજપમાંથી ભભઆપભભમાં પ્રવેશ કરનાર શરદ લાખાણીને જિલ્‍લાના પ્રભારી તેમજ સૌરાષ્‍ટ્રના સહ સંગઠનમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં “આપ”ને ભવ્‍યતમ સફળતા મળે તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેવું જણાવવામાંઆવેલ હતું.

Related Posts