ભાજપમાં કોંગ્રેસ નેતાઓનો ભરતી મેળો યથાવત૭ વખત ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના નિરંજન પટેલે કેસરિયા કરી લીધા

ગુજરાતમાં કોંગ્રેસની સાથે અન્ય પક્ષની પણ હાલત ખરાબ થઈ રહી છે અને તેમના પણ નેતાઓ રાજીનામા આપીને ભાજપ સાથે જાેડાઈ રહ્યા છે. આજે પણ ભાજપમાં કોંગ્રેસ નેતાઓનો ભરતી મેળો યથાવત રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં જ આણંદ કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. ૭ વખત ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના નિરંજન પટેલે કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસમાં સતત અવગણના થતાં પોતાના ૫૦૦થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. રાજકીય પક્ષો પોતાના પક્ષને વધુન વધુ મજબૂત બનાવવા મેદાન પર ઉતર્યા છે.
ત્યારે ભાજપ ગુજરાતમાં વધુ વધુ મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે કેસરિયા કર્યા છે. સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે. તેમની સાથે પેટલાદ વિધાનસભા વિસ્તારનાં ૫૦૦થી વધુ કાર્યકરોએ પણ કેસરિયા કર્યા હતા. આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથ છોડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ સ્ન્છ નિરંજન પટેલ ભાજપમાં જાેડાયા છે. નિરંજન પટેલ પેટલાદના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસ પાર્ટીના કદ્દાવર નેતા પણ છે, નિરંજન પટેલ ૬ ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિરંજન પટેલને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા છે.
Recent Comments