fbpx
રાષ્ટ્રીય

ભાજપમાં જાેડાય તેવી અટકળો શરૂ મમતા બેનર્જીને મોટો ઝટકોઃ વનમંત્રી રાજીવ બેનર્જીએ રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળમાં આગામી થોડા મહિનાઓમાં ચૂંટણી થવાની છે. આ પહેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવાર (૨૨ જાન્યુઆરી)એ રાજ્યના વનમંત્રી રાજીવ બેનર્જીએ રાજીનામું આપી દીધું છે. આ પહેલાં ૫ જાન્યુઆરીએ ખેલમંત્રી લક્ષ્મી રતન શુક્લાએ પણ રાજીનામું આપી દીધું છે.
મમતાને લખવામાં આવેલા પત્રમાં રાજીવે જણાવ્યું છે કે તેઓ કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. જાેકે તેમણે આ વિશેના કારણની કોઈ સ્પષ્ટતા કરી નથી. પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવાનો મને મોકો મળ્યો, એ માટે હું ખૂબ આભારી છું. રાજીવ બેનર્જી દોમજુરથી ધારાસભ્ય છે. રાજીવે રાજીનામું ગવર્નર જગદીપ ધનખડને મોકલ્યું છે.
આ પહેલાં ૧૯ ડિસેમ્બરે ટીએમસી છોડી ચૂકેલા અને મમતાના ખાસ રહેલા પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારી ભાજપમાં જાેડાઈ ગયા છે. તેમની સાથે સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને ૧૦ સ્ન્છએ પણ ભાજપ જાેઈન કરી લીધું છે. તેમાંથી ૫ ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસના જ હતા.
આ પહેલાં તાપસી મંડલ, અશોક ડિંડા, સુદીપ મુખર્જી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દીપાલી બિશ્વાસ, શુક્ર મુંડા, શ્યાંપદા મુખર્જી, બિશ્વજિત કુંડુ અને બનશ્રી મૈતી ગયા મહિને ભાજપમાં સામેલ થયાં છે.

Follow Me:

Related Posts